Banaskantha



ઈતિહાસ
બનાસ દર્શન પુસ્તકના આધારે બનાસકાંઠા જિલ્લામાં આવેલ કાંકરેજ તાલુકો જગપ્રસિઘ્ધ ગાયો અને બળદો ધરાવતો પ્રાચીન સમયમાં એક વિશાળ રાજય ધરાવતો હતો આગળ આ તાલુકો મહીકાંઠા એજન્સીમાં હતો . ૫ણ ૧૮૪૪ માં વહીવટની સગવડતા ખાતર આ તાલુકાને પાલનપુર એજન્સીમાં મુકવામાં આવ્યો. વર્તમાન સમયમાં આ તાલુકાનું ક્ષેત્રફળ ૩રર ચો.માઈલ છે અને તેમાં ૧૦૫ ગામો આવેલ છે.


ઘણા જુના સમયથી આ તાલુકો જુદી-જુદી જાગીરોમાં વહેચાયેલો છે આ જાગીરોના માલિક અસલ વાઘેલા રાજપુતોમાંથી નીકળેલ રાજપુત દરબારો છે. આ તાલુકામાં ૩૪ તાલુકદારો છે. આ તાલુકામાં મોટા ભાગના જાગીરદારો વાઘેલા દરબારો છે. એક માન્યતા પ્રમાણે અહીના દરબારો રાણકદેવજી નામના વાઘેલા રાજપુતના વંશમાંથી ઉતરી આવેલા છે. 



વાઘેલા રાણકદેવજી જે દિયોદરના હતા તેમના મોટા ભાઈ માણેક દેવજી દિયોદરની ગાદી ઉ૫ર રાજય કરતા હતા. તે રાણકદેવજીના વંશમાંથી ઉતરી આવેલા વંશજો વાઘેલા દરબારો કહેવાયા. શરૂઆતમાં કંબોઈ કાંકરેજની રાજધાનીનું સ્થળ હતું અહેમદશાહે કાંકરેજ ઉ૫ર ચડાઈ કરીને કાંકરેજના કેટલાક ગામોનો નાશ કર્યા હતો આ જાગીર ઘણા અલગ-અલગ ગામોમાં વહેચાય ગયેલ હતી.તેમાંની બે મોટી જાગીરો દેવ - દરબાર અને થળી છે. થળી કાંકરેજ તાલુકામાં મહત્વ ધરાવતી બીજી જાગીર છે . આના સ્થા૫ક ૫ણ શ્રી ઓગડ મહારાજ છે. 



કાંકરેજ તાલુકાનું વડું મથક શિહોરી છે. શિહોરી એમ કહેવાય છે કે શિવા રબારીના નામ ઉ૫રથી આ ગામનું નામ શિહોરી ૫ડયું છે. અત્યારે ૫ણ ગામમાં રબારી , લોહાણા અને દરબારો ની મુખ્ય વસ્તી છે. કાંકરેજી ૫શુધન રાષ્ટ્રીય કક્ષાએ ,૫ણ વખણાય છે .ગામમાં પ્રવેશતાં ૫શ્રિમે દરબારવાસનો રસ્તો ૫સાર કરીએ એટલે સામે એક નાનકડો વડલો દેખાય છે. તેના બીલકુલ પાસે કોટ છે. અંદરના ભાગમાં નાની દેરીના ઘુમટ ઉ૫ર લીલા રંગની અડધી ધજા ફરકે છે આ ગૌરી માતાનું મંદિર છે. ગુજરાત ભરમાં ગાયમાતાનું આ એક માત્ર મંદિર છે અને ધર્મશાળા ૫ણ છે. આ નાનકડી દેરીને ત્રણ બાજુ ત્રણ દરવાજા છે. દેરીની જાળીમાં જોતાં આરસ ૫હાણની ગાયમાતાની મૂર્તિ છે. 



તેવી લોક વાયકા છે કે સંવત ૧૯૪૯ ના કારતક સુદી અગિયારસ ને મંગળવારના રોજ લોઢા રબારીની એક ગાય જેનું નામ વાદળી હતું આ ગાયને રબારણ દોહવા માટે આવી અને વાછરડાને તેનાથી દૂર કરતાં ગાય ત્યાંથી એકદમ દોડી અને ત્રણ દરબાર ભાઈઓની જમીનના ખૂંટની મઘ્યમાં આવી ઉભી રહી ત્યારે ધરતી માતાએ તેને માર્ગ દીધો અને ગાય ધરતીમાં સમાઇ ગઈ આ જમીન ત્રણ રાજપુત ભાઈઓ ભાવસિંહ , વજેસિંહ અને હિમંતસિંહની હતી જેના ઉ૫રથી આજે ભાવાણી પાર્ટી , વજાણી પાર્ટી અને હેમાણીપાર્ટી શિહોરીમાં છે . 

આબોહવા

ભૌગોલિક રીતે બનસાકાંઠાનો ઉતર પૂર્વ ભાગ પહાડી પ્રદેશ છે. જયારે મઘ્ય ભાગ સપાટ અને રેતાળ છે. પશ્ચિમનો ભાગ કચ્છના રણનો વિસ્તાર છે તે ખારો પ્રદેશ છે. આ જીલ્લામાં મુખ્ય પાકમાં બાજરી અને એરંડા છે. રવિ પાકોમાં ઘઉં, જીરુ, રાયડો, સરસવ, ઈસબગુલ વગેરે છે. પહાડી પ્રદેશમાં મુખ્ય પાક મકાઈ છે. આ જીલ્લાનો તમાકુનો પાક નહિવત છે. જીલ્લા વિસ્તારમાં બે પ્રકારની મોસમ છે ગરમ અને સુકી. ઉનાળામાં સખત ગરમી અને શિયાળામાં સખત ઠંડી પડે છે. જીલ્લાના પૂર્વ ભાગમાં અરવલ્લીના ડુંગરોનો ભાગ જંગલો બની રહે છે અને તેમા પાલનપુર અને તેમા દાંતા તાલુકાના અમુક ભાગનો સમાવેશ થાય છે. 



બનાસકાંઠા જીલ્લો બનાસ નદીના કાંઠાની ઉપર આસપાસમાં વસેલા પ્રદેશનો બનેલો છે. જીલ્લો ર૩-૩૩° થી ર૪-૪પ° ઉતર અક્ષાંશ અને ૭૧-૦૩° થી ૭૩-૦ર° પૂર્વ રેખાંશ પર પથરાયેલો છે. આ રીતે આ જીલ્લો ગુજરાતની ઉતર-પશ્ચિમ બાજુ પરના ભાગોમાં પથરાયેલો છે. જીલ્લોની ઉત્તર બાજુ રાજસ્થાન રાજયના મારવાડ તથા સિરોહીના પ્રદેશો , પૂર્વમાં સાબરકાંઠા જીલ્લો તથા જીલ્લાના પશ્વિમ ભાગમાં પાટણ જીલ્લો આવેલો છે. 




બનાસ અને સીપુ એ જીલ્લાની મોટામાં મોટી નદી છે. આ બંને નદીઓ ઉપર ડેમ બાંધવામાં આવેલ છે. તે સિવાય સીપુ અને બાલારામ નદીઓ તેની શાખાઓ છે. અર્જુની નદી કે જે હિન્દુ જનતા માટે પુજનીય છે. તે દાંતા અને અંબાજીની ટેકરીઓમાંથી નીકળી સરસ્વતી નદીને વડગામ તાલુકાના મોરીયા ગામે મળ્યા બાદ સરસ્વતી નામ ધારણ કરેલ છે. 




બનાસ નદી ઉપર દાંતીવાડા ડેમ, સીપુ નદી ઉપર સીપુ ડેમ અને સરસ્વતી નદી ઉપર મુકતેશ્વર ડેમ બાંધવામાં આવેલ છે.  બનાસ અને સીપુ નદી ડીસા તાલુકાના ભડથ ગામે એક થઈ સીપુ નદી બનાસ નદીમાં સમાઈ જાય છે.


જીલ્લાની સામાન્ય રૂપ રેખા

તાલુકા:વડગામ, દિયોદર, પાલનપુર, ભાભર, કાંકરેજ, થરાદ, દાંતા, વાવ,
અમીરગઢ, ધાનેરા, દાંતીવાડા, ડીસા,લાખણી, સુઇગામ
કુલ ગામોની સંખ્યા:૧૨૭૦
શહેરોની સંખ્યા: ૬શહેરોના નામ:
પાલનપુરધાનેરાડીસા
થરાદથરાભાભર
વસ્તી:પુરુષ1610379
સ્ત્રી1510127
કુલ3120506
અક્ષરજ્ઞાન:પુરુષ૭૯.૪૫
સ્ત્રી૫૨.૫૮
ટકા૬૬.૦૨
ભૌગોલિક સ્થાન:અક્ષાંશ :ર૩-૩૩° થી ર૪-૪પ°રેખાંશ : ૭૧-૦૩° થી ૭૩-૦ર°
રેલ્વે:બ્રોડગેજ લબાઈ ૧૪૦ કી.મી.નેરોગેજ ૧૯૩ કી.મી.
રસ્તા:રાજય ધોરી માર્ગો: ૯રપપંચાયત માર્ગો : પ૩૮૬.૪૩ર
નદીઓબનાસ, સીપુ, સરસ્વતી, અર્જૂની, ઉમરદશી, લુણી, લડબી
પર્વતો :અરવલ્લી, જાસોર
વરસાદ :૬૧૪ મી.મી.
હવામાન:ગરમ અને ઠંડી
પાક:ધઉ, ચોખા, કુલ ધાન્ય, કુલ કઠોળ, કુલ અનાજ, મગફળી, કુલ તેલીબીયા, કપાસ
પ્રાણી :વાધ, રીંછ, ચિતો, રોજ, નિલ ગાય
પહેરવેશ:પુરુષ: પાધડી, ધોતી, ખમીશસ્ત્રી: સાડી, ચણીયો, કાપડું, ભરવાડનો
ખનીજો :પ્લાસ્ટીક, સીલીકા સેન્ડ ગ્લાસ સેન્ડ, કેલસાઈડ, ચુનાનો પથ્થર, બેઈઝ મેટલ
વિસ્તાર:ભોગોલીક વિસ્તાર૧૦૪૪૮૪૧ હેકટરજંગલ વિસ્તાર૧૧૦૬પપ હેકટર
ખેતીની જમીન૭૪૪૦૮૭ હેકટરગ્રેઝીંગ લેન્ડ - (ગોચર)૬પ૧૩૦ હેકટર
સિંચાઈ વિસ્તાર૪૭ર૧૦૦ હેકટટર
ઉદ્યોગ:લધુ ઉદ્યોગ: ૧૦૧મોટા ઉદ્યોગ: ૪
ઓધોગીક સહકારી મંડળીઓ:૭૪
શિક્ષણ સંસ્થાઓ:ડીગ્રી અભ્યાસક્રમ: ૭આઈ.ટી.આઈ: ૮
ટેકનીકલ હાઈસ્કુલ: ૨પ્રાથમિક શાળાઓ: ૨૨૨૭
માઘ્યમિક શાળાઓ: ૩૩૮ઉચ્ચતર મા.શાળાઓ: ૯૭
ઉચ્ચ કોલેજો: ૧૭ઉ.બુનીયાદી શાળાઓ: ૨

મહત્વના નજીકના શહેરો 
૦૧ પાલનપુર
૦૨ ડીસા
૦૩ ધાનેરા
૦૪ થરાદ
૦૫ થરા 
૦૬ ભાભર


વસ્‍તી વિષયક માહિતી

વર્ષ :ર૦૧૧
વસ્તી વધારાનો દર                                               ૨૪.૪૩
વસ્તીની ગીચતા                                                   ૨૯૦ ચો.કી.
દર હજાર પુરુષોએ સ્ત્રીની સંખ્યા                             ૯૩૬
શહેરી વસ્તીની ટકાવારી                                        ૧૩.૨૭ ટકા
કુલ કામ કરનારાઓ અને તેની ટકાવારી                   ૪૧૨૩૩૨૧૦.૯૨         ૨૭.૩ દર - ૪૩.૬૨
મુખ્ય કામ કરનારાઓ અને તેની ટકાવારી                ૧૦૧૨૦૮૦૮.૩            ૮૧.૧ દર - ૩૩.૧૬
કામ નહી કરનારા અને તેની ટકાવારી                      ૧૪.૧૧                      દર - ૫૬.૩૭   


જોવાલાયક સ્થળો


જગપ્રસિધ્ધ શકિતપીઠ, અંબાજીમંદિર, તા.દાંતા, જિ.બનાસકાંઠાશ્રધ્ધાનું પ્રતિકઃ મોકેશ્વર મહાદેવ
કુંભારીયા જૈન દેરાસર, અંબાજીતા.દાંતા, જિ.બનાસકાંઠામણિભદ્ર વીરનું સ્થાનકઃ મગરવાડા તા.વડગામ
પ્રાચીન અને પવિત્રધામ કોટેશ્વરમંદિર(અંબાજી)ગોગ મહારાજનું મંદિરઃ સેંભર તા.વડગામ
માનસરોવર, અંબાજીગંગેશ્વર મહાદેવઃ હાથીદ્રા તા.પાલનપુર
કામાક્ષી મંદિર, અંબાજીઐતિહાસિક મોરચોઃ હસનપુર તા.પાલનપુર
રીંછડીયામહાદેવ, અંબાજીદાંતીવાડા જળાશય
પ્રાચીન શકિતધામ ખુણીયા અંબાજી મંદિર, તા.અમીરગઢપાસેસુગંધ અને શાયરીઓનું શહેરઃ પાલનપુર
ધરણીધર ભગવાના ઢીમા તા.વાવકીર્તિસ્તંભ- પાલનપુર
શ્રીઅમીઝરા પ્રાર્શ્વનાથ જૈનતીર્થ મંદિર, ડુવા તા.થરાદપાતાળેશ્વર મંદિરઃ પાલનપુર
પ્રાચીન જૈન તીર્થ ભીલડીયાજી મંદિર, ભીલડીતા.ડીસામુરશદબાવાની દરગાહઃપાલનપુર
ભવ્ય જૈન તીર્થ મંદિર, ભોરોલશ્રીપલ્લવીયા પાર્શ્વનાથ જૈન મોટા દેરાસરઃ પાલનપુર
નાના અંબાજી મંદિર, સણાદર તા.દિયોદરરામદેવપીરનું ભવ્ય મંદિરઃ મજાદરતા.વડગામ
સિધ્ધામ્બિકા માતાજી, જુનાડીસા તા.ડીસાજૈન તીર્થઃ ઋણી(રૂણી) તા.કાંકરેજ
ખેતલા બાપજી ધામ ભાકોદરા, તા.દાંતીવાડાઅતિપ્રાચીન મુળેશ્વર મહાદેવઃ પાડણ તા.વાવ
કટાવ ધામ, તા.વાવકપિલેશ્વર મહાદેવનું મંદિર
રીંછ અભયારણ જાસોર હીલ તા.અમીરગઢજૈન તીર્થ મંદિરઃ રામસણ તા.ડીસા
નડેશ્વરી માતાનું મંદિર નડાબેટ, તા.વાવશ્રીઓધડનાથજી(દેવદરબાર) કાંકરેજ
પ્રાકૃતિક ધામ બાલારામગુરુ ધુધળીનાથ જલોત્રા તા.વડગામ
બાજોઠીયા મહાદેવ, તા.પાલનપુર
અદભૂત અને મનોરમ્ય સ્થળ કૈલાશ ટેકરી અંબાજી
રસાલેશ્વર પટલન મંદિર ડીસા
પવિત્ર અને રમણીયસ્થળ વિશ્વેશ્વર જુની સરોત્રી, તા.અમીરગઢ

  •          તાલુકાઓ૧૪
  •      ગ્રામ પંચાયત૮૭૭
  •      સાક્ષરતા૪૨%
  •      વિસ્‍તાર૧૯૭૫૭ ચો.કિ.મી.
  •      વસ્તી૨૫,૦૨,૮૪૩
  •      ગ્રામ્‍ય વસ્તી૨૨,૪૮,૭૪૩